img-20161001-wa0038

News of Wednesday, 23rd September, 2015


તાવ-દુઃખાવા માટે વપરાતી એસ્‍પ્રીન, ડીસ્‍પ્રીન, ઇકોસ્‍પ્રીન, વોવેરાન, નાઇસ, કોમ્‍બીફલેમ, ઝુપાર જેવી દવાઓ ડેંગ્‍યુંમાં ઘાતક બની શકે

રાજકોટ, તા., ર૩: વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન (હુ) દ્વારા ડેંગ્‍યુ અટકાવવા માટે લોકોને અત્‍યંત ઉપયોગી સાબીત થઇ શકે તેવી માહીતી જાહેર કરવામાં આવી છે. ડેંગ્‍યું વાઇરસ હાલમાં ઘાતક રીતે પ્રસરી રહયો છે ત્‍યારે આ તાવનો ભોગ બન્‍યા છો કે કેમ? તે જાણવા અને જાણ્‍યા બાદ લેવાવા જોઇતા તકેદારીના અને દવાઓ વિષેની માહીતી તમને અને તમારા પરિવારજનને મોટી ઘાતમાંથી ઉગારી શકે છે.

   ડેંગ્‍યું તાવ વિષે આટલું જાણો

   ડેંગ્‍યું એ વાઇરસથી થાય છે. જે સામાન્‍ય રીતે જીવલેણ હોતો નથી પરંતુ ઘણી વખત તેની સાથે અયોગ્‍ય સારવારના અખતરા કરવામાં આવે તો તે જીવલેણ સ્‍વરૂપ ધારણ પણ કરી શકે છે. જયારે કુદરતી રીતે ડેંગ્‍યુંની સારવાર કરવામાં આવે ત્‍યારે ડેંગ્‍યુંનો વાયરસ શરીરમાં પ્રવેશ્‍યા બાદ ર થી ૭ દિવસમાં તેના લક્ષણો બતાવે છે. જે લક્ષણો સામાન્‍ય રીતે ૪ થી પ દિવસમાં સંપુર્ણપણે શરીરમાંથી નિકળી જાય છે અને દર્દીને આ ચેપ સામે આજીવન પ્રતિકારક શકિત ઉભી કરતું જાય છે.

   હું અને ગવર્નમેન્‍ટની માર્ગદર્શીકા એવી ચેતવણી આપે છે કે ડેંગ્‍યુંના પેશન્‍ટ માટે એસ્‍પીરીન (એસ્‍પીરીન, ડીસ્‍પ્રીન, ઇકોસ્‍પ્રીન, આસા, કોલસ્‍પ્રીન) કે બુફેન (બુફેન, આઇબુજેસીક, કોમ્‍બીફલામ, ઝુપાર, સાગાફેન) જેવી દવાનો ન લેવી જોઇએ. આ દવાઓ ડેંગ્‍યુંના ચેપને વકરાવી શકે છે અને આ દવાથી આંતરીક રકતષાાવ (ઇન્‍ટરનલ હેમરેજ)ની શકયતાઓ અનેકગણી વધી જાય છે.

   ડેંગ્‍યુંની કોઇ પણ નિヘતિ સારવાર હોતી નથી. આ સમયે દર્દીએ શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઇ રહે તેનું ધ્‍યાન રાખવું જરૂરી બને છે. આ સમયે વારંવાર દર્દીએ પ્રવાહી લેવું જરૂરી છે. કારણ કે મોટા ભાગે ડેંગ્‍યુંના કોમ્‍પ્‍લીકેશન્‍સ શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવાથી ઉભા થતા હોય છે.

   દર્દીઓ માટે આ સમજવું ખુબ જ જરૂરી છે કે ઉપર સુચવેલી દવાઓનો ઉપયોગ સામાન્‍ય રીતે ટાળવો જોઇએ તથા જાતે દવાઓ લેવાનું ટાળવું જોઇએ.

   તાવ વિષે આટલું જાણો

   આપણે એ સમજવાની જરૂર છે કે તાવ એ આપણા શરીરમાં ઉદભવતી કુદરતી અને તંદુરસ્‍ત પ્રક્રિયા છે. જેમ આપણે દુધને વિષાણુમુકત કરવા માટે ગરમ કરીએ છીએ. તથા પાણીની વિષાણુમુકત કરવા માટે ગરમ કરીએ છીએ તે જ રીતે શરીરને વિષાણુમુકત કરવા માટે તાવ આવવો જરૂરી છે. પરંતુ આ વિષે સમાજમાં અનેક ખોટી ભ્રમણાઓ પ્રવર્તે છે. સૌ પ્રથમ તો તાવને સમજયા વગર શું કારણથી આવ્‍યો છે એ જાણ્‍યા વગર આ તંદુરસ્‍ત કુદરતી પ્રક્રિયાને આપણે દુશ્‍મન સમજી બેસીએ છીએ. જેને લીધે આપણે ઇન્‍ફેકશનનો ઉપચાર કરવાની જગ્‍યાએ અકુદરતી રીતે તાવને જ હણી નાખીએ છીએ. જે સંપુર્ણ સાજા થવામાં એક મોટું અવરોધક છે.

   તાવ વિષે અમુક ભ્રમણાઓ

   ભાવ વિષે સમાજમાં કેટલીક ખોટી ભ્રમણાઓ પ્રવર્તે છે. જેમ કે તાવમાં દુધ આપવાથી કમળો થઇ જાય છે. તાવ દરમ્‍યાન માથુ ગરમ થઇ જાય તો એ માથા પર ચડયો કહેવાય, તાવમાં ખાટુ કે દહીં ખાવાથી કફ થઇ જાય, ન્‍યુમોનીયા થઇ જાય.

   જયારે તવા આવે ત્‍યારે શું કરવું જોઇએ

   સૌ પ્રથમ તો આપણે કુદરતી પ્રક્રિયા અને વ્‍યવસ્‍થાને તાવ ઉતારવાની દવાઓ દ્વારા ખોરવવી ન જોઇએ. આ સમયે શરીરમાં પ્રવાહીનું સંતુલન જળવાય એ માટે દર્દીએ થોડા થોડા સમયના અંતરે પ્રવાહી લેતા રહેવું જોઇએ. આ સમયે દર્દી ઉપર ફ્રીઝના કે બરફના ઠંડા પાણીના પોતા કયારેય ન મુકવા જોઇએ. એની જગ્‍યાએ નવશેકા પાણીના પોતાનો ઉપયોગ કરવો જોઇએ. આ સમયે દર્દીને નાઇટ્રોજનનું નેગેટીવ બેલેન્‍સ થવાથી ખાવાનું ભાવતું નથી હોતું. ત્‍યારે દર્દીને રાંધેલા ખોરાક આપવા માટે ખોટી જબરદસ્‍તી ન કરવી જોઇએ. ઉપચારમાં તાવની જગ્‍યાએ ઇન્‍ફેકશનનો ઉપચાર કરવો જોઇએ.(૪.૯)

 (12:45 pm IST)

REFERENCE: AKILA DAILY NEWSPAPER
WORLD HEALTH ORGANISATION.

WHAT TO DO WITH FEVER OR DENGUE?

Post navigation


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *